અમદાવાદમાંથી 196 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ પોલીસના સકંજામાં
copy image

અમદાવાદમાંથી દારૂનો મોટો જથ્થો SMCની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદમાં એક આઈસર ગાડીમાં મોટા પાયે દારૂની હેરાફેરી થવાની છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને અમદાવાદનાં રામોલ ટોલ ટેક્સ નજીક એક આઇસર ગાડી આવતા તેની તપાસ હાથ ધરી હતી. આ ગાડીની તપાસ કરવામાં આવતા તેમાથી ખાખી પૂઠાના 196 બોક્સમાં 2354 જેટલી વિદેશી દારૂની બોટલો નીકળી પડી હતી. પોલીસે 5.65 લાખનો વિદેશી દારૂનો જથ્થો હસ્તગત કરી આઇસર ગાડીના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી હતી. ઉપરાંત આઇસરને પાયલોટિંગ કરનાર આરોપીઓ ફરાર થઈ ગયેલ હોવાથી તેઓને પકડી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.