26 હજારના ઇંગ્લિશ દારૂ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી ભચાઉ પોલીસ

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગોકુલગામ,નાની ચીરઈ ગામનો સંજય બીજલભાઈ બઢીયાં નામનો શખ્સ ગોકુળ ગામના સ્મશાનની બાજુમાં આવેલ બાવળની ઝાળીઓમાં પોતાના કબ્જાની મોટર સાઈકલમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યો છે. મળેલ  બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી આરોપી શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી શખ્સના કબ્જાની મોટર સાઈકલની તપાસ હાથ ધરતા તેમાથી કુલ 26,560નો ઇંગ્લિશ દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.