એક અનોખો સિંહ….. મહેનત સિંહ

copy image

copy image

ઘણા સિંહ મેં જોયા, સાંભળયા… માનવમાં અને પ્રાણીઓની દુનિયામાં પણ મહેનત સિંહ ન દેખા….. ન સૂના….

પણ હા મિત્રો….

સાચે સાચ હું મળ્યો મહેનત મહેનત સિંહને…

મે પૂછ્યું દોસ્ત! આ વળી કેવી નામ…..આઠમી અજાયબી જેવુ તારૂ નામ…..

ખાસ કઈ કારણ…

ના સાહેબ એવું ખાસ કઈ નથી….આતો મારા ફઇબા બૌ શાણા…મારા બાપાને કહ્યું…..ભાઈ તમને દીકરો….મુબારક…..આનું નામ મહેનત સિંહ રાખીએ તો….બધાએ ખૂબ કીધું ફઈને…આવું તે કઈ નામ હોય….પણ ફઈ એકના બે ન થયા…..નામ તો મહેનત સિંહ જ……અને મે પણ ફઈની ઉમદા ભાવના માન આપ્યું. બાળપણથી જ મને મહેનતના જ કામ ગમ્યા. અને આજ લગી કર્યા.. પણ મહેનત સિંહ 64 વર્ષની તમારી ઉમર અને હજુ એ જ્યારે જોઈએ ત્યારે તમે કામમાં જ…નિરાંત પણ કઈક ચીઝ છે.

ના સાહેબ…. એ ન બને

જબ તક જાં….કામ તો કરતાં રહેશું…એ પણ વટથી અને જંગલનાએ માનવ વસ્તી વિહોણા વિસ્તારમાં મહેનત સિંહ તો મંડી પડ્યા….કેડીને માર્ગ બનાવવા, ઝાળી ઝાંખરા સાફ કરવા, કૂવાડો ચલાવવા…..કડકડતી જાન્યુઆરી મહિનાની ઠંડી, મુશળધાર વરસાદ, કાળજાળ ગરમી, કોઈ તેમને નડતાં નથી.

     જય પરીશ્રમ દેવની, જય જયકાર ભાઈ મહેનત સિંહનો…..જય સિયારામ….

        મારાથી મનોમન બોલાઈ ગયું તુલસીદાસ શાખીને યાદ કરતાં….તુલસી ઇસ સંસાર મે ભાત ભાત કે લોગ

અને સલામ દુનિયાના સૌ મનેત કશોને….મહેનતુ જીવોને           

 હિતેશ સોની  

-એડિટર