ભારત સેવક સમાજ દ્વારા માજી કાર્યકારી વડાપ્રધાન સ્વ. નંદાને શ્રધ્ધાંજલી અપાઈ

ભુજ તા. ૧૫ : ભારતના બે વખત કાર્યકારી વડાપ્રધાન રહી ચુકેલા સ્વ. ગુલઝારીલાલ નંદાને તેમની ૨૬ મી પુણ્યતિથિ પ્રસંગે તેમણે સ્થાપેલી રાષ્ટ્રવાદી સંસ્થા ભારત સેવક સમાજ દ્રારા શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. આ અંગેનો એક કાર્યક્રમ સંસ્થાની કચ્છ જીલ્લા શાખા દ્વારા અત્રેના રેલ્વે સ્ટેશન નજીક આવેલા કોલીવાસમાં શ્રી ભગવતી વિદ્યા મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાખાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલગફુર શેખ, સામાજીક કાર્યકર શ્રી પ્રબોધ મુનવર તથા ઈરફાન લાખાએ સ્વ. ને શ્રધ્ધાંજલી આપી હતી. આ પ્રસંગે કોલીવાસના બાળકો એવા ભગવતી વિધા મંદિરના વિધાર્થીઓને મિષ્ઠાનમાં સાટાનું
વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના દિવંગત મહારાવશ્રી ખેંગારજી ત્રીજાની ૮૨ મી પુણ્યતિથિ હોતાં, તથા ભુજના માજી મેયર, માજી ધારાસભ્ય, શાખાના માજી પ્રમુખ તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના માજી પ્રમુખ સ્વ. કુમુદીનીબેન પંચોલીની દશમી પુણ્યતિથિ હોતાં તેમને પણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. તેમજ ગઈ કાલે જ દુઃખદ આવસાન પામેલા ભુજના માજી ધારાસભ્ય મોહનભાઈ શાહના નિધન બદલ ઉડા શોકની લાગણી વ્યકત કરી તેમને પણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.