અમરેલીમાં ક્રિષ્ના પેટ્રોલપંપના માલીક પાસેથી 20 લાખની ખંડણી માંગનાર શખ્સ સુરતથી ઝડપાયો

copy image

અમરેલીમાં એક પેટ્રોલપંપના માલીક પાસેથી ફોન દ્વારા રૂા. 20 લાખની ખંડણી માંગનાર શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અમરેલી ખાતે આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપના માલીકને આરોપી ઈશમ દ્વારા ફોન પર 20 લાખની ખંડણીની માંગ ઉપરાંત પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને મળેલ પૂર્વ બાતમી હકીકતના આધારે આરોપી શખ્સને ગણતરીના કલાકોમાં સુરતથી શોધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.