અંજારમાં 43 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો
copy image

અંજારમાં 43 વર્ષીય આધેડે કોઈ આગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ બના અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ ચંપકજીન પાછળના વિસ્તારમાં રહેનાર 43 વર્ષીય આ આધેડે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. આ આધેડ ગત દિવસે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા,તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર લોખંડની એંગલમાં ફાંસો ખાઇ પોતાનો જીવ આપી દીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળને વધુ તપાસ હાથ ધરી છે.