મોરબીના દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

hathkadee

copy image

copy image

મોરબીના દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર મોરબી નજીક આવેલ પીપળી ગામના સીમ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં દારૂ અંગે રેડ પાડવામાં આવેલ હતી. આ મકાનમાથી દારૂની 17 બોટલ મળી આવતા આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપી શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેને અન્ય શખ્સ પાસેથી મંગાવેલ હોવાનું સામે આવતા તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન મળેલ પૂર્વ બાતમી હકીકતના આધારે પોલીસ દ્વારા મૂળ સુદામડા ગામની સીમમાંથી મુખ્ય આરોપી શખ્સની અટક કરવામાં આવેલ છે. પોલીસે આરોપી શખ્સને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.