મુન્દ્રા સોપારી પ્રકરણના મુખ્ય સુત્રધાર આરોપી પંકજ કરશન ઠક્ક૨ તથા સહ આરોપી દેવેન્દ્રકુમાર ઠાકુરના જામીન રદ ક૨તી નામદાર ગુજરાત હાઇકોર્ટ

Court-1495027562_835x547

copy image

copy image

મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના રજી નંબર-૧૧૨૦૫૦૩૨૨૩૧૪૧૪ ઈ.પી.કો કલમ-૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦(બી),૨૦૧,૧૧૪ મુજબનો ગુનાના કામે ન્યાયીક અને તટસ્થ તપાસ થવા સારૂ મમ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓની સુચનાથી પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સદરહુ ગુનાની તપાસ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.ડી.ચૌધરી નાઓને સોપવામા આવેલ હતી જે તપાસ દરમ્યાન નાયબ પોલીસ અધીક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજારના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામા આવેલ અને તપાસ દરમ્યાન ગુના કામે સંડોવાયેલ આઠ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હતી અને સદર ગુના ડામેની તપાસ સ્પેશીયલ ઇન્વેશટીગેશન ટીમના સભ્યો દ્વારા અલગ અલગ દિશાઓમા ચાલુમા હતી તે દરમ્યાન આરોપી પંકજ કરશનભાઈ ઠક્કર ઉ.વ.૫૦ રહે- લીલાશાનગર ગાંધીધામ વાળાની તા-૩૦/૧૧/૨૦૨૩ ના રોજ તેમજ આરોપી દેવેન્દ્રકુમાર ઉર્ફે રાહુલ ગંગારામ ઠાકુર ઉ.વ.૪૧ ૨હે-ગાજીયાબાદ ઉતરપ્રદેશ વાળાની તા- ૦૧/૧૨/૨૦૨૩ ના રોજ ધરપકડ કરવામા આવેલ હતી અને ત્યારબાદ બન્ને આરોપીઓ જેલ હવાલે થતા બન્ને આરોપીઓએ આ કેસમાં જામીન મુકત થવા સારૂ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરતા આ કેસમાં કરેલ તમામ મુદાઓની તપાસના કાગળો જોતા અને તપાસ કરનાર દ્વારા તથા સરડારી વડીલથી દ્વારા આરોપીઓને જામીન મુડત નહી કરવા ધારદાર રજુઆત કરતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીઓની આ ગુના કામે ગુનાહીત સંડોવણી હોવાનુ માની બન્ને આરોપીઓને જામીન ઉપર મુક્ત નહી કરવા સારૂ જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે.