અંજારમાં છરી બતાવી એક યુવાનનો મોબાઈલ લૂંટી લેવાયો

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજારમાં છરી બતાવી એક યુવાનને લૂંટી લેવાયો હતો. મળતી માહિતી મુજબ આ યુવાન અંજાર શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ દીપ ફેબ્રીકેશનમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે કામ કરે છે.   ગત દિવસે રાતના સમયે આ યુવાન  પગપાળા સતાપર ફાટક બાજુ જઈ રહ્યો હતો તે દરમ્યાન ઇન્ડીયન ઓઈલ પેટ્રોલ પંપ નજીક પહોંચતા એક બાઇક સવાર શખ્સ  આવ્યો અને યુવાન પાસે જઈ છરી બતાવી  અને `તેરે પાસ મોબાઈલ ફોન ઓર પૈસા હૈ, વો દેદે વરના તેરે કો છરી માર દુંગા’ કહેતા ફરીયાદીએ મોબાઈલ આપી દીધો હતો.  આ યુવાન પાસે પૈસા ન હોવાના કારણે લુંટારાએ છરી મારવા  જતાં યુવાને છરી પકડી  લીધી હતી, જેથી તેને હાથની આંગળીઓમાં ઈજાઓ થઈ હતી. બનાવને પગલે ઘટના સ્થળે રાડારાડ થતાં આરોપી શખ્સો નાસી છૂટ્યા હતા.