તા.19/01ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાપર દ્વારા શ્રી રવ કુમાર પ્રા. શાળા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આહવાનથી તા-19/1/2024ના રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાપર તાલુકા દ્વારા શ્રી રવ કુમાર પ્રા. શાળા ખાતે કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ તાલુકા અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત અને પ્રસંગ અનુરૂપ ઉદબોધન કર્યું હતું. મુખ્ય વકતા ભાઈલાલભાઈ જોષીએ કર્તવ્ય અને અધિકાર એકબીજાના પૂરક છે તે બાબત સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝના જીવન દ્રષ્ટાંતો દ્વારા વર્ણવી અને શિક્ષકોને શ્રેષ્ઠ કર્તવ્ય નીભાવવા આહવાન કર્યું હતું. અભિજીતભાઈએ સંગઠનનો ઉદેશ્ય અને કાર્યો અંગે માહિતી આપી હતી. રમેશભાઈ મઢવીએ પ્રસંગ અપુરૂપ ઉદબોધન આપતાં રચનાત્મક કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમનું સંચાલન ધવલભાઈએ કર્યું હતુ તેમજ સમગ્ર કાર્યક્રમના અંતેઆભારવિધિ બી.જે.સુથારએ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાપર તાલુકાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં કનુજી ઠાકોર, યશપાલસિંહ જાડેજા કાંતિલાલ સાહેબ હિતેશભાઈવગેરે હાજર રહ્યા હતા. તેમજ સી.આર.સી કેતનભાઈ ,પરબતભાઈ તથા મોટી સંખ્યામાં શિક્ષક કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.