માંડવીમાં આવેલ રામ મંદિરમાં 12 કલાક અખંડ નોબતવાદનનું આયોજન

હાલમાં જ માહિતી મળી રહી છે કે માંડવીના રામ મંદિરમાં કલાકાર દ્વારા 12 કલાક અખંડ નોબતવાદન કરવામાં આવશે. 500 વર્ષની પ્રતિક્ષા બાદ જ્યારે આજે પ્રભુ શ્રીરામ અયોધ્યા મંદિરમાં બિરાજિત થઈ રહ્યા છે ત્યારે તેના આનંદોત્સવના રુપે ભક્તો દ્વારા વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, માંડવીના લુહાર સમાજ એવમ લુહારચોક યુવક મંડળ દ્વારા ભગવાન રામના પૌરાણિક મંદિરના પરિસરમાં આગામી તા.22/1ના ‘અવધોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માંડવીનાં નોબતવાદક ભૌમિક જોષી દ્વારા સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી અખંડ 12 કલાક નોબતવાદન કરવામાં આવશે. તેઓ અગાઉ પણ ભૌમિક કચ્છ-ગુજરાતના કલાકારો સાથે સંગત કરી ચૂક્યા છે સાથે ગુજરાત કલાયુવક મહોત્સવમાં બે વખત દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.