અંજારમાં છરીની અણીએ બે લૂંટ આચારનાર શખ્સ પોલીસના સકંજામાં
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે ગત બુધવારના જુદી જુદી બે જગ્યાઓએ લૂંટ આચરી નાસી જનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત બુધવારના અંજારમાં રાતના સમયે બે અલગ અલગ સ્થળોએથી બે વ્યક્તિને છરી મારી મોબાઈલ ફોન અને રોકડાં રૂપિયાની લૂંટ કરનારા અજાણ્યા શખ્સને પોલીસને ઝડપી પાડ્યો છે. ગત બુધવારના રાતના 8 વાગ્યાના સમયે અંજારના વરસામેડી ફાટક નજીક આવેલ મરચાંની ફેક્ટરીમાં ઘૂસીને બહાર બેઠેલાં વૃદ્ધ મજૂર પાસે જઈ છરીની અણીએ અંદર ઢસડી જઈને ખિસ્સામાં રહેલાં 200 રૂપિયા રોકડાં તથા કાઉન્ટર પર ચાર્જીંગમાં રહેલા મોબાઈલ ફોનની લૂંટ આચરી હતી. ઝપાઝપી સમયે ઉમરે વૃદ્ધ ફરિયાદીને હાથમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.
થોડા સેમય બાદમાં અંજાર જીઆઈડીસી નજીક 26 વર્ષિય યુવક પાસેથી છરીની અણીએ મોબાઈલ ફોનની લૂંટ આચરી હતી. આરોપીએ આ યુવાન પર છરીનો વાર કરતાં યુવાને છરી પકડી લેતાં તેને હથેળીમાં ઈજા પહોંચી હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે તજવીજ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ અને બાતમીદાર નેટવર્કના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.