અગ્નિવીર વાયુ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનનો પ્રારંભ
ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીરવાયુ બનવા માટે ૦૨ જાન્યુઆરી,૨૦૦૪ થી ૦૨ જુલાઇ,૨૦૦૭ ( બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા લાયક અવિવાહિત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન ૧૭ જાન્યુઆરી ૨૦૨૪ થી ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી કરી શકાશે. ઓનલાઇન પરીક્ષા ૧૭ માર્ચ ૨૦૨૪નાથી યોજાનાર છે. https://agnipathvayu.cdac.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે.