ભુજના હરીપર નજીક આવેલા ફિલ્ડ બટ પર આર્મ્સ ફાયરિંગ પ્રેકટીસ યોજાશે

ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નં.3 પર તા.20 તથા 21  જાન્યુઆરી -2024ના HQrs 153 Battalionના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેકટીસનું આયોજન કરવામાં આવેલ છે. આ ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યકિતઓએ પ્રવેશ તેમજ ઢોરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેમ છતાં કોઈપણ વ્યકિત ઉપરોકત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે  તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.