42.42 લાખના ખર્ચે માંડવીની લાકડા બજારમાં નવી ગટર લાઈનો નખાશે
copy image

માંડવી શહેરમાં આવેલ લાકડા બજારમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી નદીની જેમ વહી રહ્યા હતા, આ મામલે સુધરાઇના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવતા અંતે પાલિકા દ્વારા 375 મીટર ગટરની લાંબી લાઇન રખાવવામાં આવેલ હોવાથી શહેરની સૌપ્રથમ વખત દોઢ ફૂટના ગટરના પાઇપ પાથરવાના નિર્ણયથી વેપારીઓની સમસ્યાનો આવ્યો અંત આવી શક્યો છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, 375 મીટર લાંબી ગટર લાઇનમાં જુદા જુદા 14 ચેમ્બર્સ બનાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં ગટરની નવી લાઈન ક્યારે પણ ચોકઅપ થવાની મુશ્કેલી ન સર્જાય. વધુમાં માહિતી મળી રહી છે કે માંડવીની લાકડા બજાર, બાબાવાડી અને મફ્ત નગરી સહિત ગટર વ્યવસ્થા માટે 42.42 લાખનો ખર્ચ કરવામાં આવશે.