20/01ના રોજ ભારાપરમાં જસ્ને ગરીબ નવાઝ મનાવવામાં આવ્યો

તા.20/01/24 શનિવારના ભુજ તાલુકાના ભારાપરમાં જસ્ને ગરીબ નવાઝ મનાવવામાં આવ્યો હતો જેમાં કાઠિયાવાડના મશહૂર મોલાના સકિલ અહેમદ સાહેબ (બુલબુલે કાઠિયાવાડ) આવ્યા હતાં અને સૈયદ અલી કાદરી (લુડવા વાળા ) મોલાના અશરફ સાહેબ (ભૂજપર) મોલાના નૂર અહેમદ સાહેબ જન્નત મસ્જિદ ભારાપર કારી મોલાના અકબર લાયેજા વાળા અને ગામના અને આજુ બાજુ ગામના લોકો આવ્યા હતાં જેનું આયોજન ભારાપર એહલે સુન્નત વલ જમાત એ કરાવ્યું હતું જેમાં મોલાના સાહેબએ નૌ જવાનોને માં બાપની ઈજ્જત સાચવવા અને મોબાઇલથી દુર રહેવા માટે કહ્યું હતું અને ધંધા રોજગાર અને ભણતરમાં ધ્યાન આપવા માટે સૂચવ્યું હતું ભાઈ બહેનના હક્ક આપવા કહ્યું હતું.