ખતલાવાંઢ -ચિત્રોડ નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ કાર ઝડપી પાડતી ગાગોદાર પોલીસ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ચિત્રોડ નેશનલ હાઈવે પરથી પોલીસે 2.14 લાખનો અંગ્રેજી દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ, આરોપી શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. માહિતી મળી રહી છે કે, ગાગોદાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ સામખિયાળીથી ચિત્રોડ તરફ એક ગાડીમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કરેલ હતો. જેથી કારના ચાલકે પોલીસને જોઈને ગાડીને રોડની નીચે ઉતારી દીધી હતી.  અને બાદમાં કારનો ચાલક ગાડી મૂકી બાવળની ઝાળીઓમાં નાસી છૂટ્યો હતો. પોલીસે  ગાડીની તપાસ હાથ ધરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમ.એલ.ની દારૂની 612 બોટલ નીકળી પડી હતી. પોલીસે  આ ગાડીમાથી કુલ કિ.રૂા. રૂા.2,14,200નો દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.