આગામી 26 જાન્યુઆરીના દિલધડક એર-શો : ભુજના શહેરીજનોને ફાઇટર એરક્રાફટના દિલધડક સ્ટંટ જોવાનો અવસર પ્રાપ્ત થશે
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આગામી 25 અને 26 જાન્યુઆરીના કચ્છના ભુજના શહેરીજનોને ફાઇટર એરક્રાફટના દિલધડક સ્ટંટ જોવાનો અવસર પ્રાપ્ત થશે.પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે મશહૂર છે. રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને ઉજાગર કરતો એર શો યુવા પેઢીને માતૃભૂમિની સેવા કરવા માટે વાયુસેનામાં જોડાવવા જુસ્સો જગાડશે. ભુજમાં એરફોર્સ ખાતે રાષ્ટ્રીય ગૌરવની ભાવનાની ઉજાગર કરવાનો આ કાર્યક્રમ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અને પ્રજાસત્તાક દિવસે યોજવામાં આવશે.તા. 11 થી 14 જાન્યુઆરી દરમ્યાન મુંબઈમાં અને 20 જાન્યુઆરીના ભરૂચમાં લોકોએ એર શોનો આનંદ માણ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનો એર શો નિહાળી શકે ટી આશાથી બેઠક વ્યવસ્થા કરાશે. વર્ષ 1982 માં વાયુસેનામાં સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચનાએરફોર્સની ગોલ્ડન જયુબિલીના પ્રસંગે કરવામાં આવી હતી. માહિતી મુજબ 27 મે, 1996માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને અને તેમને સૂર્યકિરણ નામ આપવામાં આવ્યું, ત્યાર બાદ પ્રથમ નિદર્શન 8 ઓક્ટોબરના પાલમ ખાતે કરવામાં આવ્યું હતું. ટીમમાં 9 વિમાનોને રાખવામા આવેલ છે.