સતાપર ગામમાં બંધ દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, હાલમાં જ સતાપર ગામમાં બંધ દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. આ અંગે પ્રપાત વિગતો મુજબ સતાપર ગામમાં બંધ દુકાનના તાળા તોડી ચોરીના પ્રયાસ કરવાના કેસમાં પોલીસે બંને આરોપી શખ્સોની અટક કરી હતી. જાણવા મળી રહ્યું છે કે, પકડાયેલા આરોપી શખ્સો પાસેથી મોટર સાઈકલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ લોખંડના સળીયા સહિતનો મુદામાલ હસ્તગત કર્યો હતો.પોલીસે આરોપી શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.