રામમંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માધાપર શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું
22મી જાન્યુયારીના દિવસે ભુજનું માધાપર ગામ રામમય બની ગયું હતું. આ મામલે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 22મી જાન્યુયારીના અયોધ્યા રામમંદિર મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાથે માધાપર શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. ઉપરાંત ભગવા રંગે રંગાયું હતું. કેસરી સાડી-સાફા ધારણ કરી માથે કળશ-ભગવા ઝંડા સાથે બહેનો ભાઈઓની હાજરીમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, વિશાળ સંખ્યામાં ભાવિકોએ રથ પર બિરાજમાન ભગવાન શ્રીરામના દર્શનનો લ્હાવો લીધો હતો.રથ પર બિરાજમાન ભગવાન શ્રીરામની શોભાયાત્રા મંદિરેથી થઈ ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી. આ ભવ્ય પ્રસંગે ઠેરઠેર આતશબાજીનું આયોજન કરવામાં આવેલ હતું. બપોરના સમયે રઘુનાથજી મંદિરે રામભક્તોની હાજરીમાં આરતી-અન્નકુટ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું.