શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ બન્યું રામમય

અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ રામમય બની ગયું હતું. ભુજના નારણપર ગામ ખાતે અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને માણવા માટે લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં તમામ ગ્રામજનોએ સાથે બેસી આયોધ્યાના લાઈવ પ્રસારણને માણવાનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો.