શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી ખાતે યજ્ઞનું આયોજન કરાયું : વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફ દ્વારા આહુતિ આપવામાં આવી
copy image

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં શ્રીરામ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, વહેલી સવારે આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રાપ્ત વિગતો મુજબ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફ દ્વારા આહુતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને રીલ મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ અયોધ્યાનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું. અને બાદમાં ફટાકડા ફોડી આતશબાજી કરાઈ હતી.