ભુજના સ્વામિનારાયણ મંદિરમાં હજારો દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતીના આયોજનનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો
copy image

અયોધ્યામાં નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માહિતસવના ભવ્ય પ્રસંગે હાર કોઈ રામ ભક્ત ઝૂમી ઉઠ્યા છે ત્યારે, સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ ખાતે આવેલ ભાનુશાલી નગર સ્થિત ભવનાથ મહાદેવ મંદિરમાં અયોધ્યા પ્રતિષ્ઠાને લઇ હજારો દિપ પ્રજ્વલિત કરી આરતીનું આયોજન કરવામાં આવેલ હતું. માહિતી મળી રહી છે કે, આસપાસના ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં મહાઆરતીમાં જોડાયા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ભુજના બસપોર્ટ નજીક ભુજ બસ સ્ટેશન વેપારી એસોસિએશન દ્વારા આ નિમિત્તે ચા કોફી તથા ગરમાગરમ જલેબીનું પ્રસાદ સ્વરૂપે વિનામૂલ્ય વિતરણ કરાયું હતું. જેનો શહેરીજનો બહોળી સંખ્યામાં લાભ લીધો. ઉપરાંત ભુજ શહેરના સ્વામિનારાયણ મંદિરમાં હજારો દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ શહેરમાં રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું નિજ મંદિરથી ભુજના મ્યુઝિયમ સર્કલથી એસટી માર્ક કચ્છ મિત્ર સર્કલ અને જુબેલી સર્કલ થઈ પરત સ્વામિનારાયણ મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. અંદાજિત ત્રણ કિલોમીટર લાંબી આ શોભાયાત્રાનો 15,000થી વધુ ભક્તોએ લાભ લીધો હતો