ગ્રામીણ સ્વરોજગારની તાલીમાર્થી બહેનોને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરાઈ

ભુજોડી ખાતે આવેલ બીઓબી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ના (આરસેટી) માં કોમ્પયુટર એકાઉન્ટ (ટેલી), વુમન્સ ટ્રેલર (સીલાઇ કામ) તથા બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસીય તાલીમ આપવામાં આવે છે..

તારીખ :- ૨૩-૦૧-૨૦૨૪ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સંસ્થા ના Director શ્રી હિરેન કોટડીયા, faculty મિલૂપ વૈષ્ણવ, હર્ષદ વસાણી,office assistant રેણુકાબેન, હિમાંશી આહીર,attender વિવેક પરમાર, gardener મયુર જોશી હાજર રહ્યા હતા તેમજ ભુજ ૧૮૧ ટીમ ના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ,એ.એસ. આઇ રક્ષાબેન ચાવડાદ્વારા ૮૪ જેટલી તાલીમાર્થી બહેનોને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, મહિલાઓ સાથે થતી હિંસાઓ માટેના કાયદાઓ, મહિલાઓના હકકો, અધિકારો, સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કૂરિવાજો, માન્યતાઓ, અંધશ્રધ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે, એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો, આર્થિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ ૧૮૧ ની એપ્લિકેશનની વિશેષતાઓ અંગે જાણકારી આપી ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ. ગુજરાત રાજ્ય ની બધી જ મહિલાઓ તેમજ તેમજ દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને ૧૮૧ અભયમ નો લાભ લઈ શકે એવી ભુજ ૧૮૧ ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી