અંજાર ખાતે મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરી નાસી છૂટેલ ઈશમો પોલીસના સકંજામાં

jail-7

copy image

copy image

 સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરનારા આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ  અંજારના મીઠા પસવારિયાના વાડીવિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મળતી વિગતો મુજબ અંજારમાં રહેતા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવનારા રાણાભાઈ મીઠા વાડીએ હતા.  તે દરમ્યાન આરોપી  શખ્સો  અંદરોઅંદર ગાળાગાળી કરતાં હોવાના કારણે આ  આધેડે તેની ગાળાગાળી  કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આ  શખ્સોએ આધેડ પાસે આવી તેમની  પર છરી વડે હુમલો કરી દીધો હતો.  ત્યાર બાદ આરોપી શખ્સો વાગડ પંથકમાં નાસી છૂટ્યા હતા. માહિતી મળી રહી છે કે, આ બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.