ખવડામાં એક રહેણાક મકાનમાંથી 85 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ખવડામાં એક રહેણાક મકાનમાંથી કૂલ 85 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ મામલે મૂળ રાજસ્થાનના અને હાલમાં  ખાવડા રહેતા વ્યવસાય કોન્ટ્રાકટર લાલુરામ ધાનારામ ઉમાવત દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ખાવડામાં ગત સોમવારે રાત્રિના સમયે રાજસ્થાની કોન્ટ્રાકટરના  ઘરમાં ચોરી કરવાના આશયથી બે ઈશમો પ્રવેશતાં ફરિયાદી જાગી ગયા હતા અને તેમને ધોકો મારી મોઢાંમાં કપડું બાંધીને બે મોબાઈલ ફોન તથા રોકડવાળી લોખંડની પેટી બહાર લઈ જઈ નાસી છૂટ્યા હતા. મળતી વિગતો મુજબ ચોર ઈશમોએ આ મકાનમાંથી રોકડ અને અન્ય સામાન સહિત કુલ 85,500ની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ચોર ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.