શિકરા નજીક આવેલી યુરો કંપનીમાં આગથી દાઝી જવાના કારણે કામદારનું મોત

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, શિકરા નજીક આવેલી યુરો કંપનીમાં આગથી દાઝી જવાના કારણે એક કામદારનો ભોગ લેવાયો છે. થોડા દિવસ પૂર્વે જ બુઢારમોરા નજીક કંપનીમાં ભઠ્ઠીમાંથી સ્ટીલ ઉભરાતા ત્રણ કામદારોના મોત થયા હતા. તેવામાં ભચાઉના શિકરા પાસે આવેલી યુરો કંપની ડેકોરામાં ગેસ કટરથી કામ કરી રહેલ 42 વર્ષીય શખ્સ અચાનક લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલ હતા. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ ગત રવિવારના રાતના સમયે બન્યો હતો.આગમાં ગંભીર રીતે દાઝી ગયેલ આ વ્યક્તિને સારવાર માટે પ્રથમ ભચાઉ સીએચસીમાં ત્યાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.