ઉત્કર્ષ પ્રોજેકટ” અંતર્ગત ઔધોગિક વસાહત ચોકીના માધ્યમથી બે ઇસમોને બે ગેરકાયદેસર હથીયારો(પિસ્ટલ) સાથે પકડી પાડતી મુંદરા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલિયા સાહેબ, બોર્ડર રેન્જ- ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ, તથાનાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા ભુજ વિભાગ ભુજ સાહેબની સુચના મુંદરા પોલીસ સ્ટેશન મધ્યે પશ્ચિમ કચ્છ જીલ્લા “ઉત્કર્ષ પ્રોજેકટ” અંતર્ગત ઔધોગિક વસાહત ચોકીનો વિશેષ પ્રોજેકટ શરૂ કરેલ હોઇ જે અનુસંધાને પ્રોજેકટ હેઠળ મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળા નાઓએ શ્રમિકોના ડેટા વેરીફીકેશન કરવા માર્ગદર્શન તથા સુચના આપેલ જે આધારે મુંદરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ ડેટા વેરીફીકેશન કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા જ ત્યારે શ્રમિકોના માધ્યમથી એ.એસ.આઇ. દેવરાજભાઈ કરશનભાઈ ગઢવી તથા પો.હેડ.કોન્સ. વિજયભાઈ હિરાભાઈ બરબસીયા ને સયુકત રીતે બાતમીરાહે હકીકત મળેલ કે, શકિતનગર સાનીયા કોમ્પલેક્ષ ખાતે રહેતો ઓમપ્રકાશ રાજુપ્રસાદ રજક નામનો ઈસમ પોતાની પાસે પિસ્ટલ જેવુ હથિયાર રાખેલ છે. અને તે હથિયાર સાથે પોતાના રહેણાકના મકાનેથી મુંદરા તરફ જવા નિકળેલ છે. જે બાતમી આધારે તુરત જ વર્કઆઉટ કરી ડાક બંગલા પાસે વોચમાં રહેતા બાતમીમાં જણાવેલ વર્ણન વાળો ઇસમ આવતા તેની ઝડતી તપાસ દરમ્યાન એક દેશી બનાવટની સીગલ બેરલ વાળી પિસ્ટલ મળી આવેલ તેમજ મજકુર પકડાયેલ ઇસમની ઉડાણપુર્વક કરતા અન્ય એક પિસ્ટલ ઝરપરા ગામે રહેતા રામ આસારીયા ગઢવી ને પણ વેચાણ આપેલાની હકિકત જણાવેલ જે હકીકત આધારે રામ આસારીયા ગઢવી ની હ્યુમન સોર્સીસથી તપાસ કરતા તે ઝરપરા ગામન ગામની ગૌશાળાની પાછળ આવેલ વાડીમાં રહેતો હોવાનુ જણાઇ આવતા મજકુરની વાડી પર તપાસ કરતા તેની પાસેનુ હથિયાર કપડામાં વીંટીને વાડીના શેઢામાં દાટીને પોતાના કબ્જામાં રાખેલ હોવાની હકીકત આધારે મજકુરને તેની વાડીએથી ઝડપી પાડી તેના કબ્જામાં રહેલ પિસ્ટલ કબ્જે કરવામાં આવેલ અને આ બન્ને હથીયાર(પિસ્ટલ) ગુલશન અશોકકુમાર ચૌધરી(ચંદોરીયા) રહે. મધ્યપ્રદેશ વાળા પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાઇ આવતા ઉપરોકત ત્રણેય ઇસમો વિરુધ્ધ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
- ઓમપ્રકાશ રાજુપ્રસાદ રજક રહે.શકિનગર સાનીયા કોમ્પલેક્ષ મુંદરા મુળરહે.મકાન નં-૪૦૨ વોર્ડ-૧૧ શાહપુરા જી.જબલપુર મધ્યપ્રદેશ રામ આસારીયા મીઢાણી રહે.ઝરપરા વાડી વિસ્તાર ગૌશાળાની પાછળ તા.મુંદરા
- પકડવાનો બાકી આરોપી
ગુલશન અશોકકુમાર ચૌધરી(ચંદોરીયા) રહે.મધ્યપ્રદેશ
કબ્જે કરેલ મુદ્દામાલ
- દેશી બનાવટની પીસ્ટલ નંગ-૦૨ કી.રૂા.૪૦,૦૦૦/- તથા જીવંત કાર્ટીઝ નંગ-૦૩ કિરૂ.૧૫૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૨ કિરૂ.૧૦,૦૦૦/- એમ કુલ કી.રૂા.૫૦,૧૫૦/-
કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓ
- આ સરાહનીય સફળ કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ધોળા તથા એ.એસ.આઇ. દેવરાજભાઇ કરશનભાઇ ગઢવી તથા દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી તથા કુલદિપસિંહ વિક્રમસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ.વિજયભાઈ હિરાભાઈ બરબસીયા તથા મહિપતસિંહ વજુભા વાઘેલા તથા દર્શનભાઇ રઘુભાઇ રાવલ તથા પૃથ્વીરાજ સુરજદાન ગઢવી તથા મથુરજી બચુજી કુડેચા તથા પો.કોન્સ.અનિરૂધ્ધસિંહ ચંન્દ્રસિંહ જાડેજા તથા સંદીપદાન દિલીપદાન ગઢવી તથા હર્ષદભાઈ કરશનભાઈ રાઠોડ તથા આલાભાઇ
ખીમરાજભાઇ ગઢવીએ રીતેના પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા.