માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ- ૨૦૨૪નું આયોજન કરાયું

માધાપર ખાતે અરણ્ય રમતોત્સવ – ૨૦૨૪નું આયોજન બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ વન વર્તુળ દ્વારા અરણ્ય રમતોત્સવ- ૨૦૨૪ની શુભ શરૂઆત ડૉ.સંદિપકુમાર IFS, મુખ્ય વન સંરક્ષકશ્રીના વરદ હસ્તે કરવામાં કરવામાં આવી હતી.
કચ્છ વન વર્તુળના તમામ ડિવિઝન જેમાં કચ્છ પૂર્વ વન વિભાગ, કચ્છ પશ્ચિમ વન વિભાગ, કચ્છ સામાજિક વનીકરણ વિભાગ, બન્ની ગ્રાસલેન્ડ વિભાગ તથા પાટણ વન વિભાગ તેમજ કચ્છ વન વર્તુળની કચેરીના કુલ- ૨૧૦ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા અરણ્ય રમતોત્સવની કુલ-૧૫ અલગ અલગ રમતોમાં ભાગ લેવામાં આવ્યો હતો. કચ્છ વન વર્તુળમાં પ્રથમ વખત યોજાનાર રમોત્સવમાં ભાગ લેનાર દરેક ટીમ તથા ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
મુખ્ય વન સંરક્ષકશ્રી દ્વારા રમતના મહત્વ બાબતે તેમજ ફરજ સાથે રમત પણ દૈનિક જીવન શૈલીમાં અપનાવવા ભાર મુકયો હતો. ઉદ્દઘાટન સમારોહમાં શ્રી યુવરાજસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પશ્ચિમ વન વિભાગ, શ્રી ગોવિંદસિંહ સરવૈયા, નાયબ વન સંરક્ષકશ્રી, કચ્છ પૂર્વ વન વિભાગ શ્રી એચ.વી.મકવાણા, નાયબ સંરક્ષકશ્રી કચ્છ સામાજીક વનીકરણ વિભાગ અને શ્રી બી.એમ. પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી, બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.