રતનાલમાં ખનિજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવેલ મશીનની તસ્કરી થતાં ચકચાર


સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજારના રતનાલ – મોડસર રોડ પર રાધાકુંજ ટેકરી નજીક ખાણ ખનિજ વિભાગ દ્વારા એલીવેટર મશીનને ગેરકાયદેસર ચાઈનાકલે અને પ્રાથમિક દૃષ્ટિએ બોકસાઈટ ખનિજના સંગ્રહ અનુસંધાને સીઝ કરવામાં આવેલ હતા. જે મશીનની તસ્કરી થતાં બે શખ્સો વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.28-4-23ના રોજ ખાણ ખનિજ વિભાગના સુપરવાઈઝર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કર્મચારી દ્વારા રતનાલના રાધાકુંજ ટેકરી નજીકથી ટાટા કંપનીના એલીવેટર મશીનને ગેરકાયદેસર ચાઈનાકલે તથા પ્રાથમિક દૃષ્ટિએ બોકસાઈટ ખનિજ સંગ્રહ સંદર્ભે પકડી પાડવામાં આવેલ હતું. ત્યાર બાદ આ મશીન સીઝ કરી સ્વખર્ચે યથાવત સ્થિતિમાં રાખવા તેને કબ્જો સોંપવામાં આવેલ હતો. આ દરમ્યાન ગત તા.20-1ના રોજ આ મશીન હાજર મળ્યું ન હોવાથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.