લખપત ખાતે આવેલ દયાપરની એક વાડીમાથી 12 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

લખપત ખાતે આવેલ દયાપરમાં મોરગર રોડ પર આવેલ એક વાડીમાથી 12 હજારની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામ આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બનાવ અંગે ગોપાલ કેસરા સીરાણી દ્વારા દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર લખપત ખાતે આવેલ દયાપરમાં મોરગર રોડ પર આવેલ ફરિયાદીની વાડી પરની ઓરડીમાંથી ત્રણ કલાકના સમયમાં 12 હજારના મુદામાલની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા.ફરિયાદી ગત તા. 20/1ના સાંજે 6 વાગ્યે વાડીએથી ઘરે જમવા આવેલ ત્યાર બાદ નવ વાગ્યે પરત વાડીએ જતા ઓરડીમાં રાખેલું ઝટકા મશીન કિ.રૂા. 6500, બેટરી કિ. રૂા. 3500 અને સોલારની પ્લેટ કિ.રૂા. 2000 એમ કુલ રૂા. 12000નો મુદ્દામાલ હાજર મળ્યો ન હતો. જેથી આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.