કચ્છ જિલ્લાની બોર્ડરવિંગ બટાલિયન નં.૨ના ૨ કર્મચારીઓની રાષ્ટ્રપતિશ્રી તથા ૨ની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન ૨૦૨૪ના ચંદ્રક માટે પસંદગી
પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ચાર કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદરરૂપે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રીના પ્રજાસત્તાક દિન ૨૦૨૩ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.
રાષ્ટ્રપતિશ્રી ચંદ્રક માટે પસંદગી પામેલા શ્રી દેવતસિંહ નારણજી જાડેજા(સુબેદાર કંપની કમાન્ડર) નં.૨ બટાલિયન બોર્ડરવિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ ૧૯૮૯માં હવાલદારની જગ્યા પર ભરતી થયેલા તેઓને વર્ષ ૨૦૦૧માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડરમાં બઢતી મળેલી ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં સુબેદાર કંપની કમાન્ડર વર્ગ-૨માં બઢતી મળેલી છે. તેઓની સેવાકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થા , જેલફરજ, રાજય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે. હાલમાં તેઓ સેકન્ડ-ઇન- કમાન્ડનો વધારાનો હવાલો સંભાળે છે.
જયારે રાષ્ટ્રપતિશ્રી ચંદ્રક માટે પસંદગી પામેલા શ્રી પૃથ્વીપાલસિંહ ઝુંઝારસિંહ જાડેજા-(સુબેદાર કંપની કમાન્ડર) નં.૨.બટાલિયન બોર્ડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૧૯૮૯ માં નાયક ક્લાર્કની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-૨૦૦૧માં હવાલદાર ક્વાટર માસ્ટર તેમજ વર્ષ-૨૦૦૭માં નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડરમાં બઢતી મળેલ ત્યાર બાદ વર્ષ ૨૦૨૧માં સુબેદાર કંપની કમાન્ડર (વર્ગ-૨)માં બઢતી મળેલ છે. તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે. હાલમાં તેઓ સ્ટાફ ઓફીસર અને ઉપાડ અને વહેચણી અધિકરીનો હવાલો સંભાળે છે.
સેવા વિષયક માહિતી (માનનીય મુખ્ય મંત્રીશ્રીના ચંદ્રક) માટે શ્રી જગદિશસિંહ સંધુભા જાડેજા-(નાયક)ની પસંદગી થયેલી જેઓ નં.૨.બટાલિયન બોર્ડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૧૯૮૬માં ગાર્ડઝમેન જગ્યા પર ભરતી થયેલ અને ૧૯૮૯ માં નાયકમાં પ્રમોશન મળેલ તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે.
સેવા વિષયક માહિતી (માનનીય મુખ્ય મંત્રીશ્રીના ચંદ્રક) માટે પસંદગી પામેલા શ્રી ભુપેન્દ્રસિંહ બાલુભા જાડેજા (ગાર્ડઝમેન) નં.૨.બટાલિયન બોડરવિંગ ભુજ-કચ્છ ખાતે વર્ષ ૧૯૯૩માં ગાર્ડઝમેનની જગ્યા પર ભરતી થયેલ તેઓની સેવાકાળ દરમ્યાન કાયદો- વ્યવસ્થા, જેલ ફરજ, રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે.
આ એવોર્ડ મળવા બદલ આ કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી તથા બટાલિયન કમાન્ડન્ટશ્રી મહેન્દ્ર બગડીયાએ તથા સર્વે સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.