કચ્છના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોની પેદાશોના વેચાણ માટે ભુજ જિલ્લા પંચાયત ખાતે ૨૯મીથી “પ્રાકૃતિક કૃષિ વેચાણ કેંદ્ર”નો શુભારંભ કરાશે

પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આત્માની કચેરી દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકારશ્રીની આદેશ મુજબ પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવેલું છે. જે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે તથા વેચાણ વ્યવસ્થા ઉભી થાય અને ગ્રાહકોને ઝેર મુક્ત શાકભાજી, અનાજ, કઠોળ વિગેરે મળી રહે તેવા ઉમદા હેતુથી “પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર” જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ, ભુજ ખાતે તા.૨૯/૦૧/૨૦૨૪ ના રોજ સમય સાંજે ૪:૦૦ કલાકથી સાંજે ૭:૦૦ કલાક સુધી રાખવામાં આવેલું છે. આ વેચાણ કેંદ્ર અઠવાડીયામાં બે દિવસ એટલે દર સોમવાર અને શુક્રવારે સાંજે ૪:૦૦ કલાકથી સાંજે ૭:૦૦ કલાક સુધી યોજાશે. આ પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેંદ્ર કચ્છ જિલ્લાના દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો કે જેઓ કોઇ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના વપરાશ વગર ઉત્પન્ન કરેલ શાકભાજી, મસાલા, ફળપાકો, કઠોળ પાકો વિગેરે પેદાશોનું સીધુ વેચાણ કરશે. તો નાગરિકોને આ મહોત્સવનો લાભ લેવા. પ્રોજેકટ ડાયરેકટર- આત્મા કચ્છ અનુરોધ કરાયો છે.