માંડવી ખાતે આવેલ નાની મઉંના તળાવમાં યુવાન ડૂબ્યો
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, માંડવી ખાતે આવેલ નાની મઉં સીમ વિસ્તારમાં આવેલ તળાવમાં એક યુવાન ડૂબી ગયેલ હોવાનો મામલો સપાટી પર આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આ બનાવ ગત ગુરુવારના બપોરના સમયે બન્યો હતો. ગત ગુરુવારના બે-ત્રણ મિત્ર આ તળાવમાં ન્હાવા માટે ગયેલા હતા જેમાં એક યુવાન પાણીમાં ડૂબતા અન્ય મિત્રએ તેને બચાવવા પ્રયત્ન હાથ ધરી એક મિત્રને બચાવ્યો હતો જ્યારે ગામનો જ અન્ય એક યુવાન પણ આમાં સાથે હતો જેની મોડીરાત સુધી શોધખોળ કરાઈ હતી. માહિતી મળી રહી છે કે, આ માટે એન.ડી.આર.એફ.ની ટીમ પણ આવેલ હતી પરંતુ સફળતા ન મળતાં મોડી રાતના સમયે તળાવની પાળ તોડી પાડવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી.