ભીમાસરમાંથી બાવળની ઝાડીમાંથી 28 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

અંજાર ખાતે આવેલ ભીમાસરમાં બાવળની ઝાડીમાંથી 28 હજારના દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ ભીમાસર ગામમાં રેલવે મથક નજીક આરોપી શખ્સે પોતાના ઘરની પાછળ બાવળની ઝાડીમાં દારૂ રાખેલ છે. પોલીસે મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળી જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની કુલ 28,200ની દારૂની બોટલો હસ્તગત કરી હતી. પોલીસે  તમામ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.