પત્નીને મારવા મજબૂર કરનાર ભુજના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજના સુરલભીટ્ટ નજીક રહેતી 27 વર્ષિય પરિણીતાએ ગત તા. 23/1ના એસિડ પી લેતાં બીજા દિવસે તેનું મોત નીપજયું હતું, જે અંગે મૃતકના પતિ વિરુદ્ધ મરવા મજબૂર કરેલ હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે. આ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સે તેની પત્ની એવા ફરિયાદીની દીકરીને મારકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ આપી તું મને નથી જોઇતી, તું મરી જા…તેમ કહેતાં મૃતકે એસિડ પી જીવનનો અંત આણ્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.