રાપર ખાતે આવેલ પલાંસવામાંથી 93 હજારના બિયરના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી પાડતી LCB ટીમ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાપરમાંથી 93 હજારના બિયરના જથ્થા સાથે LCBની ટીમે ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ રાપર ખાતે આવેલ પલાંસવામાં રાધનપુરથી કાર મારફત આવેલ રૂ.93 હજારના બિયરના જથ્થા સાથે એલસીબીએ ચાર ઈશમોની અટક કરી હતી. જ્યારે એક આરોપી હાજર મળ્યો ન હતો. મળેલ માહિતી મુજબ પૂર્વ કચ્છની ટીમ આડેસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, પલાસવા અને રાપરના બે શખ્સો ભેગા મળી રાધનપુરથી સફેદ વોક્સ વેગન કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી રણ વાટે અન્ય કારના પાયલોટિંગ સાથે પલાંસવા તરફ આવી રહ્યા છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી પલાંસવા ગામ પાસે રણ વાટમાં વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળી કાર આવતા તેને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.93,600 ની કિંમતના 936 બિયરના ટીન નીકળી પડ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સોને અટક કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે દારૂ સહિત કુલ રૂ.12,43,600 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત એક આરોપી હાજર ન મળતા તેને પકડી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.