નલિયામાં સતત બીજા દિવસે પારો એક આંકે રહેતાં નલિયા બન્યું ઠારનું સામ્રાજ્ય
copy image

માહિતી મળી રહી છે કે, નલિયામાં સતત બીજા દિવસે પારો એક આંકે રહેતાં નલિયા ઠારનું સામ્રાજ્ય બની ગયું હતું. ગુજરાતનાં સૌથી ઠંડા નગરમાં ન્યૂનતમ તાપમાન 8.2 ડિગ્રી હતું, માહિતી મળી રહી છે કે એ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી નીચે જતાં નગરજનો ફરી ઠર્યા હતા. કંડલા એરપોર્ટ મથકે લઘુતમ 10 ડિગ્રી રહેતાં રાજ્યમાં બીજા ક્રમે ઠંડું મથક બન્યું હતું. વર્તમાન માસની શરૂઆતથી જ લઘુતમ ઉષ્ણતામાનમાં બે-ત્રણ ડિગ્રીના ઉતાર ચડાવ સાથે ઠરી રહેલા નલિયામાં 8.2 ડિગ્રી સાથે ઠારનો અનુભવ થયો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ કંડલા એરપોર્ટ મથકે પારો એક ઝાટકે 3.3 ડિગ્રી નીચે જઈ 10 ડિગ્રીએ પહોંચ્યો હતો પરિણામે ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર સહિતનો વિસ્તાર રાજ્યમાં બીજા ક્રમે ઠંડા બની ચૂક્યા હતા.