મોરબીમાં પૂરઝડપે આવી રહેલ ટ્રકની હડફેટે રાહદારીનું મોત

copy image

copy image

મોરબી શહેરમાં આવેલ નવલખી ફાટક નજીક પૂર ઝડપે આવી રહેલ ટ્રકના ચાલકે રાહદારીને હડફેટમાં લેતા તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજભ ગત તા.૨૫/૦૧/૨૦૨૪ના રોજ મોરબીના નવલખી ફાટક નજીક ગણેશ મોટર્સ વાળા સર્વીસ રોડ પર ફરિયાદીનો દીકરો ચાલીને જઈ રહ્યો હતો તે દરમ્યાન આરોપી શખ્સે પુર ઝડપે પોતાનું વાહન ચલાવી અને નવલખી ફાટક તરફથી સર્વીસરોડ પર પુરઝડપે ટ્રક હંકારીને ફરિયાદીના દીકરાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ફરિયાદીના દીકરાનું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજયું હતું. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.