શું આડેધડ પાર્કિંગ છે અકસ્માતોનું કારણ….?
copy image

હાલના વ્યસ્તતા ભરેલ જીવનમાં દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં, લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે કે મેઇન હાઇવે પર અકસ્માતો થવાના કારણ શું છે…? મોટા હાઇવે હોવા છતાં પણ કયા કારણ થી સર્જાય છે અકસ્માતો..? શું આડેધડ પાર્કિંગ છે અકસ્માતોનું કારણ…? એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે. ત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે કે, લોકો પોતાના વાહનો મેઇન હાઈવે પર આડેધડ પાર્કિંગ કરી દેતા હોય છે. નોકરિયાત વર્ગ હોય, ધંધાદારી વેપારીઓ હોય કે, પછી રિક્સા ચાલકો હોય…આ તમામ લોકો મેઇન હાઇવે પર મન ફાવે એ રીતે પાર્કિંગ કરીને નીકળી જતાં હોય છે. જેના પરીણામે હાઇવેનો મોટા ભાગનો હિસ્સો તેમા જ રોકાઈ જાય છે. જેથી અકસ્માત થવાની સંભાવાનાઓ વધી જતી હોય છે. વધુમાં લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, જ્યારે પણ કોઈ મોટા અધિકારી કે, તંત્રી આવવાના હોય તે સમયે તંત્ર દ્વારા તમામ પાર્કિંગ, લારી ગલ્લા વાળાઓને હટાવી દેવામાં આવે છે, તો બાકીના દિવસોમાં કેમ તંત્ર આવડું બેદરકાર બની ને બેસી રહે છે…? શું તંત્રએ આ આડેધડ પાર્કિંગ પર કામગીરી ન કરવી જોઈએ…? શું તંત્રને આ તમામ આમજનતાને લગતા પ્રશ્નોનો ઉકેલ ન લાવો જોઈએ…? જો પાર્કિંગ સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવે તો મોટા ભાગના અકસ્માતો ટળી શકે છે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે…..