ચેક પરત ફરવાના કેસમાં માંડવીના શખ્સને એક વર્ષની સજા ફટકારવામાં આવી
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ચેક પરત ફરવાના કેસમાં માંડવીના શખ્સને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ માંડવીના આ શખ્સને મિત્રતાના નાતે આપવામાં આવેલ રૂા. 2,50,000ના બદલામાં આપેલ ચેક પરત ફરવાના કેસમાં માંડવીના આરોપી શખ્સને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 5000નો દંડ અને ફરિયાદીને એક માસમાં ચેકની રકમ ચૂકવવા આદેશ જાહેર કરવામાં આવેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ફરિયાદીએ આરોપી શખ્સને હાથ ઉછીના 2,50,000 આપેલ હતા. તે પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આ મામલો જ્યુડિશિયલ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદ તથા રૂા. 5000નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ચેકની રકમ એક માસમાં ચૂકવવા અને તેમ કરવામાં કસૂર થાય તો વધુ 90 દિવસની કેદનો આદેશ જાહેર કર્યો હતો