૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરાશે

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદવીરોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪, મંગળવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મીનીટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહૂતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવે છે અને આખા દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તે બે મિનિટ પૂરતી બંધ રાખવામાં આવે છે.

કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ કચેરીના આદેશ મુજબ આગામી ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૪, મંગળવારના રોજ શહીદ દિન નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવાનું અને કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે.

 જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.૫૯ કલાકે એક મિનિટ માટે એટલે કે, ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળી સુચના આપવાની રહેશે અને બે મિનિટ બાદ એટલે કે ૧૧.૦૨ કલાકથી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વગાડવાનું રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ શરૂ કરવાનું રહેશે.

 જે સ્થળોએ સાયરન કે ઉપર મુજબના સંકેતની વ્યવસ્થા ઉપલબ્ધ હોય ત્યાં સાયરન સંભળાય એટલે સૌ પોત પોતાની જગ્યાએ શાંત ઉભા રહીશક્ય હોય તો ભેગા મળી મૌન પાળવાનું રહેશે.

 જે સ્થળોએ સાયરન કે અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા ન હોય ત્યાં ૧૧.૦૦ કલાકે બે મિનિટ માટે મૌન પાળવાનું રહેશે.