અંજારના ફતનગર દબડા વિસ્તારમાં યુવાન અને કિશોરીએ સાથે ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર
copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, અંજાર શહેરમાં આવેલ મફતનગર દબડા વિસ્તારમાં સાથે રહેતા મૂળ ઝુરા ગામના 21 વર્ષીય યુવાન તથા 15 વર્ષીય કિશોરીએ એક સાથે ગળેફાંસો ખાઇ પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે મળતી માહિતી મુજબ ગત તા. 26/1ના રોજ અંજારના મફતનગર દબડા વિસ્તારમાં રાતના સમયે આ બનાવ બન્યો હતો. તા. 26/1ના રાતના સમયે મૃતક યુવાન અને કિશોરીએ લોખંડના એંગલમાં રસ્સી બાંધી ગળે ફાંસો ખાઇ એકીસાથે પોતાના જીવન પર પૂર્ણ વિરામ મૂકી દીધા હતા. આ બંને જણએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે અંગે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.