માંડવીમાં 27 વર્ષીય પરિણીતાનો આપઘાત
copy image

માંડવી ખાતે આવેલ રિદ્ધિસિદ્ધિ નગરમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગુંદીયાળીના અને હાલમાં માંડવીમાં રહેતા 27 વર્ષીય આ પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ પરિણીતા ગત શનિવારે પોતાના ઘરે હાજર હતી ત્યારે સવારના સમયે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આ મહિલાએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.