કચ્છના સફેદ રણમાં પ્રવાસીઓ દ્વારા ફેલાયેલ ગંદકી BSFના જવાનોએ કરી સાફ

copy image

copy image

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, કચ્છના સફેદ રણમાં રણ ઉત્સવ શરૂ થવાની સાથે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો રણની ચાંદનીની મોજ ઉઠાવી ચૂક્યા છે  ધોરડો ગામમાં આવેલા આ પ્રવાસન સ્થળે ઘણા પ્રવાસીઓ ગંદકી ફેલાવતા હોય છે, જ્યાં ત્યાં પાણીની બોટલ, નાસ્તાના પડીકા સાથે પાન-મસાલાની પિચકારી મારી સફેદ રણને લાલ બનાવી રહ્યા છે ત્યારે, માહિતી મળી રહી છે કે,આ પ્રવાસીઓએ એટલી હદે રણમાં ગંદકી ફેલાવી છે કે, કચ્છની સરહદે સુરક્ષા માટે તૈનાત રહેતા બીએસએફના જવાનોને રણમાં ઝાડુ લઈને સફાઈ કરવાની ફરજ પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બીએસએફની 3 બટાલિયનના કમાન્ડન્ટ રાજકુમાર ઉપરાંત જવાનો દ્વારા સફેદ રણમાં સફાઈ કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવેલ હતો. રણોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવતા હોય છે જેઓ રણમાં મોટા પ્રમાણમાં કચરો પણ ફેંકતા જાય છે જેના પરીણામે BSFના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરી અને વોચ ટાવર આસપાસ સફાઈ કરવામાં આવી હતી.