ધ્રાંગધ્રાના પ્રોહિબિશન ગુનામાં પાંચ માસથી ફરાર શખ્સ પોલીસના સકંજામાં
copy image

ધ્રાંગધ્રાના પ્રોહિબિશન ગુનામાં પાંચ માસથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં વિવિધ પ્રકાર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચનો કારાયાં હતા. જેથી પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ટીમો બનાવીને જુદા જુદા ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી ત્યારે પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના ઉપયોગથી ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સામેલ અને છેલ્લા પાંચ માસથી ફરાર આરોપી શખ્સ ઝડપી પાડવામાં આવેલ હતો. આરોપી શખ્સની પૂછતાછ કરતા તે અગાઉ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇલ પ્રોહિબિશનના ગુનામાં પાંચ માસ થી ફરાર હોવાનું સામી આવ્યું હતું.આ મામલે આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.