નખત્રાણા ખાતે આવેલ હરિહર આશ્રમમાંથી 791 ગ્રામ ગાંજા સાથે 86 વર્ષીય વૃદ્ધ ઝડપાયો
copy image

નખત્રાણા ખાતે આવેલ હરિહર આશ્રમમાંથી 791 ગ્રામ ગાંજા સાથે 86 વર્ષીય વૃદ્ધને એસઓજીએ ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કોટડા-મથલ રોડ પર આવેલ હરિહર આશ્રમમાં રહેતા એક વૃદ્ધએ પોતાના કબ્જા ભોગવટાના આશ્રમમાં ગાંજાનો જથ્થો રાખેલ છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળી જગ્યાએ તપાસ હાથ ધરતા આરોપીના કબ્જામાંથી રૂપિયા 7,910ની કિંમતનો 791 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.પોલીસે આ વૃદ્ધની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.