ફરી એક વખત ભુજની ખાસ પાલારા જેલમાંથી મળી આવ્યા ત્રણ મોબાઇલ
copy image

બંધ જેલમાંથી મોબાઇલ મળવાના કિસ્સા હવે આમ બની ગયા છે, ત્યારે ફરી એક વખત ભુજની પાલારા ખાસ જેલમાંથી ત્રણ મોબાઇલ મળી આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જેલ સુધારવા પાલારા ખાસ જેલમાં ચાર્જમાં મુકાયેલ જેલ અધીક્ષક દ્વારા જેલની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન બેરેક નં. 5 અને 8 માંથી ત્રણ જેલના કેદીઓ પાસેથી મોબાઇલ ફોન મળી આવતાં ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.