મુંદ્રા સોપારી લાંચ કાંડના ચકચારી પ્રકરણમાં વધુ એક ફરાર પોલીસકર્મીની ધરપકડ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે,મુંદ્રા સોપારી લાંચ કાંડમાં અગાઉ એક ફરજમોકૂફ પોલીસકર્મીની અટક કરાયા બાદમાં વધુ એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પકડાયેલા કર્મીના 14 દિવસના રિમાન્ડ મંજૂર  કરાયા હતા. મુંદ્રા પોલીસ મથકના સોપારી લાંચ કાંડના ચકચારી કેસમાં અગાઉ એક આરોપી શખ્સ સહિતના જામીન નકારી દેવામાં આવેલ હતા. આ દરમ્યાન, ફરજમોકૂફ અને ફરાર જાહેર થયેલા પોલીસકર્મીની અટક કરાઈ હતી.મળતી માહિતી મુજબ આ દરમ્યાન,વધુ એક ફરજમોકૂફ કરવામાં આવેલ પોલીસકર્મીની તપાસ હાથ ધરી તેની અટક કરાઈ હતી. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.