ગાંધીધામમાં પુરપાટ આવતી ટ્રકે મોપેડને અડફેટે લેતા 51 વર્ષીય આધેડનું મોત
copy image

ગાંધીધામમાં ટ્રકે મોપેડને અડફેટમાં લેતા મોપેડના ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ કાર્ગો નજીક અજાણ્યા ટ્રકે મોપેડ ચાલકને અડફેટે લેતાં મોપેડના ચાલક એવા 51 વર્ષીય આધેડનું મોત નીપજયું હતું. ગત તા.27/1ના સાંજના સમયે આ બનાવ બન્યો હતો. મળેલ માહિતી અનુસાર ગાંધીધામના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેનાર આ આધેડ કંડલામાં આવેલ ઇન્ડિયા ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડમાં મેનેજર તરીકે કામ કરતાં હતા. ગત તા.27/1ના રોજ આ આધેડ પોતાના કબ્જાની મોપેડ લઇને જઇ રહ્યા હતા તે દરમ્યાન, કાર્ગો મોટર્સની સામેના સર્વિસ રોડ પર પુરપાટ આવતી અજાણી ટ્રકે આ મોપેડને અડફેટમાં લેતા ગંભીર પ્રકારની ઇજાઓના પગલે આધેડનું મોત નીપજયું હતું. પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.